ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા આ મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો હતો. જેના કારણે જસપ્રીત બુમરાહ સિડની ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. પ્લેઈંગ ઈલેવનમાં રોહિતની ગેરહાજરી બધાને આશ્ચર્યમાં મૂકી રહી છે. જે બાદ હવે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે.
ગાવસ્કરનું મોટું નિવેદન સામે આવ્યું છે
રોહિત શર્મા માટે આ શ્રેણી અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહી હતી. બેટિંગ કરતી વખતે તેના બેટમાંથી માત્ર 31 રન આવ્યા હતા. રોહિત આ સિરીઝમાં 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો, પરંતુ મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ રોહિત પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. સિડની ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવા અંગે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું, “એવું લાગે છે કે આ સંપૂર્ણપણે તેનો નિર્ણય હતો. એક કેપ્ટન તરીકે આ ખરેખર પ્રશંસનીય છે. રોહિતે એક દાખલો બેસાડ્યો છે.”
પ્રથમ વખત કોઈ કેપ્ટન શ્રેણીની મધ્યમાં પડતો પડ્યો
જસપ્રીત બુમરાહ જ્યારે સિડની ટેસ્ટ માટે ટોસ કરવા આવ્યો તો ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જે બાદ ટોસ દરમિયાન બુમરાહે કહ્યું કે રોહિત શર્માએ પોતાને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતીય કેપ્ટન દ્વારા આ પહેલીવાર જોવા મળ્યું છે. રોહિત પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે જેણે ટેસ્ટ સિરીઝની મધ્યમાં પ્લેઇંગ ઇલેવનમાંથી પોતાને બાકાત રાખ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ રોહિતના નિર્ણયની પ્રશંસા કરી છે.
ગિલને તક મળી
રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થયા બાદ શુભમન ગિલને સિડની ટેસ્ટમાં તક મળી છે. આ પહેલા ગિલને મેલબોર્ન ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, જેના પર ઘણા સવાલો ઉભા થયા હતા. જ્યારે ગિલ સિડની ટેસ્ટના પ્રથમ દાવમાં ખાસ કંઈ કરી શક્યો નથી. ગિલ પ્રથમ દાવમાં 20 રન બનાવીને આઉટ થયો હતો.