ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઘણી ટીકા થઈ રહી છે. કિવિઓએ ટીમ ઈન્ડિયાને બેંગલુરુ, પુણે અને મુંબઈમાં ખરાબ રીતે હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. ત્યાં 5 ટેસ્ટ મેચની શ્રેણી 22 નવેમ્બરથી શરૂ થશે. આ પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે બધુ બરાબર નથી.
ગંભીર અને ટીમ મેનેજમેન્ટનો અભિપ્રાય સમાન નથી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે શ્રેણીની હારની સમીક્ષા કરી. કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, મુખ્ય કોચ ગંભીર, BCCI સચિવ જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પીટીઆઈના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નીતીશ અને હર્ષિતને લગતા કેટલાક નિર્ણયો પર ગંભીર અને ટીમ મેનેજમેન્ટ એકસમાન નથી.
પીટીઆઈએ તેના સ્ત્રોતને ટાંકીને કહ્યું કે, “ગંભીરની કોચિંગ શૈલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી, પરંતુ તે સમજી શકાય છે કે ભારતીય ટીમના કેટલાક લોકો મુખ્ય કોચ સાથે સહમત નથી.” ટી20 નિષ્ણાત ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી અને ફાસ્ટ બોલર હર્ષિત રાણા, જેમણે માત્ર 10 રણજી મેચ રમી છે, તેમની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી નથી.
આ પણ વાંચો – આ લોકોની સેવા કરવાથી શનિ મહારાજ ચમકાવી દેશે સોનાની જેમ તમારું ભાગ્ય