Sports News : પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આશ્ચર્યજનક રીતે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ ટેસ્ટ મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે અને સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ પણ આ મેદાન પર રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશનો 10 વિકેટે વિજય થયો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની આ પ્રથમ ટેસ્ટ જીત હતી. બીજી ટેસ્ટ મેચ પણ ઘણી રોમાંચક બની છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિનની નજર આ ટેસ્ટ સિરીઝ પર છે. આ પછી બાંગ્લાદેશને ભારતનો પ્રવાસ કરવાની છે અને અહીં પણ બે મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે, આ ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશના બેટ્સમેનોએ અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને એવું લાગે છે કે અશ્વિને બાંગ્લાદેશી બેટ્સમેનો સામે પોતાનું હોમવર્ક કરવાનું શરૂ કરી દીધું છે.
Sports News
બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 274 રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશે એક સમયે 26 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગતું હતું કે પાકિસ્તાન પહેલી ટેસ્ટની હારનો બદલો સરળતાથી લઈ લેશે, પરંતુ આ પછી લિટન દાસ અને મહેંદી હસન મિરાઝે સાથે મળીને બાંગ્લાદેશને મેચમાં પરત લાવ્યું.
પાકિસ્તાન વિ બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચ અંગે આર અશ્વિને સોશિયલ મીડિયા પર લખ્યું બાંગ્લાદેશ અત્યારે ટોચ પર છે, પરંતુ પાકિસ્તાન પણ આ ટેસ્ટ મેચને પોતાની તરફેણમાં સમાપ્ત કરી શકે છે. પાકિસ્તાન બીજા દાવમાં માત્ર 172 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જો બાંગ્લાદેશ આ ટેસ્ટ મેચ જીતી જાય છે, તો તે પાકિસ્તાન સામે તેની પ્રથમ ક્લીન સ્વીપ હશે.