દક્ષિણ આફ્રિકાએ સોમવારે ન્યૂલેન્ડ્સમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવીને બે મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. પાકિસ્તાનની ટીમે કેપ્ટન શાન મસૂદની જોરદાર સદીના જોરે બીજી ઇનિંગમાં વાપસી કરી અને 478 રન બનાવ્યા, પરંતુ તે ટીમની હાર ટાળવા માટે પૂરતું નહોતું. બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડા અને કેશવ મહારાજે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે માર્કો જેન્સને બે વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમને 58 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે કોઈ પણ નુકશાન વિના હાંસલ કરી લીધો હતો. બીજા દાવમાં ડેવિડ બેડિંગહામે 30 બોલમાં 44 રન બનાવ્યા અને પોતાની ટીમને 7.1 ઓવરમાં જીત અપાવી. દક્ષિણ આફ્રિકાએ સળંગ તેમની છેલ્લી સાત ટેસ્ટ મેચ જીતી છે, જે 2002-2003 વચ્ચે સતત નવ ટેસ્ટ મેચ જીત્યા બાદ તેમનું બીજું શ્રેષ્ઠ પ્રદર્શન છે. પાકિસ્તાન ટીમની હારના પાંચ દોષિતો પર એક નજર કરીએ.