ચેમ્પિયન્સ ટ્રોફીનો છેલ્લો ગ્રુપ સ્ટેજ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહ્યો છે. બંને ટીમો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ રીતે, ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં પહેલી વાર પહેલા બેટિંગ કરશે. આ પહેલા ભારતીય ટીમે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે રનનો પીછો કર્યો હતો.
જોકે, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની તેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ઝડપી બોલર હર્ષિત રાણાના સ્થાને સ્પિનર વરુણ ચક્રવર્તીને સામેલ કરવામાં આવ્યો છે. આ રીતે, વરુણ ચક્રવર્તી પહેલીવાર ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે.