વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ટી20 લીગ આઈપીએલની આગામી સિઝનને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને ફેન્સ ધોનીને ફરીથી મેદાન પર જોવા માટે બેતાબ છે. CSKને 5 વખત ચેમ્પિયન બનાવનાર ધોનીએ ટૂર્નામેન્ટ પહેલા ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે.
પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ IPLમાંથી પોતાનો લુક બદલ્યો છે. કેપ્ટન કૂલના નામથી પ્રખ્યાત ધોનીએ પોતાના નવા લુકથી હલચલ મચાવી દીધી છે. ધોનીનો આ નવો લુક જોઈને તમે ચોંકી જશો, કારણ કે આમાં ધોની 10 વર્ષ નાનો લાગી રહ્યો છે. IPLની 18મી સીઝન પહેલા સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમે ધોનીને કિલર લુક આપ્યો છે. આલીમ હકીમે પોતે ધોનીની નવી હેરસ્ટાઈલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે આ વખતે IPLમાં ધોની અનકેપ્ડ પ્લેયર તરીકે જોવા મળી શકે છે, કારણ કે આ વખતે BCCIએ IPLમાં એક જૂનો નિયમ લાગુ કર્યો છે, જે અંતર્ગત 5 વર્ષથી ઈન્ટરનેશનલ ક્રિકેટ ન રમનાર ખેલાડીને અનકેપ્ડ ગણવામાં આવશે.
BCCIએ જૂનો નિયમ લાગુ કર્યો
IPL 2025 ની મેગા ઓક્શન આ વર્ષના અંતમાં થવાની સંભાવના છે અને આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ IPL ફ્રેન્ચાઇઝીના માલિકો સાથે બેઠક યોજી હતી, જે બાદ જૂનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. કરવા માટે વાસ્તવમાં, BCCIએ 2008 થી 2021 સુધી લાગુ થયેલા નિયમને પાછો લાવ્યો છે. આ નિયમ હેઠળ, જો કોઈ ખેલાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય, તો તેને IPLમાં અનકેપ્ડ ગણવામાં આવશે. આ નિયમ પરત ફર્યા બાદ હવે એવું માનવામાં આવે છે કે એમએસ ધોની સીએસકે માટે અનકેપ્ડ ખેલાડી તરીકે રમી શકે છે.
BCCIએ રિટેન્શન પોલિસીને લઈને પણ ઘણા ફેરફારો કર્યા છે. તમામ ટીમોને રિટેન્શન ખેલાડીઓની યાદી મોકલવા માટે 31મી ઓક્ટોબરની સમયમર્યાદા આપવામાં આવી છે અને એવી અપેક્ષા છે કે CSK ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખશે.