શનિવારે અહીં શરૂ થનારા પાંચમા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના બીજા સત્રને આ વિસ્તારમાં અપૂરતી બરફવર્ષાને કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવામાન સુધર્યા પછી તેની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
રમતગમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો જમ્મુ અને કાશ્મીર તબક્કો મુલતવી રાખવામાં આવ્યો છે.’
ગુલમર્ગમાં આલ્પાઇન સ્કીઇંગ, નોર્ડિક સ્કીઇંગ, સ્કી પર્વતારોહણ અને સ્નોબોર્ડિંગ ઇવેન્ટ્સ યોજાવાના હતા. પહેલો તબક્કો ૨૩ થી ૨૭ જાન્યુઆરી દરમિયાન લેહમાં રમાયો હતો જેમાં આઈસ હોકી અને આઈસ સ્કેટિંગ ઇવેન્ટ્સ યોજાઈ હતી.