IPL 2025 માં, ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં ફરી એકવાર ધોનીની બેટિંગ પોઝિશન પર સવાલો ઉભા થવા લાગ્યા છે. મેચની શરૂઆતમાં ધોની 9મા નંબરે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. હવે ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે એક મોટો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે ધોની કેમ ઉપર બેટિંગ નથી કરી રહ્યો?
ફ્લેમિંગે ધોનીની નીચે બેટિંગ કરવાનું કારણ જણાવ્યું
ધોનીના બેટિંગ ન કરવા અંગે કોચ ફ્લેમિંગે કહ્યું, “તેનું શરીર, તેના ઘૂંટણ પહેલા જેવા નથી. અને તે સારી રીતે ચાલી રહ્યો છે, પરંતુ હજુ પણ તેમાં એક ખામી છે. તે સંપૂર્ણ 10 ઓવર બેટિંગ કરી શકતો નથી. તેથી તે મેચના દિવસે મૂલ્યાંકન કરશે કે તે આપણને શું આપી શકે છે. જો રમત આજની જેમ સંતુલિત રહેશે, તો તે થોડો વહેલો જશે અને જ્યારે બીજી તકો આવશે ત્યારે તે અન્ય ખેલાડીઓને ટેકો આપશે. તેથી તે તેને સંતુલિત કરી રહ્યો છે.”