ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરી, શનિવારના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા ચેન્નાઈ પહોંચી ગઈ છે. BCCI એ ટીમ ઈન્ડિયાના ચેન્નાઈ આગમનનો વીડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો. વીડિયોમાં, ટીમના સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કે ચેન્નાઈની T20 તેમના માટે કેમ ખાસ રહેશે.
બીસીસીઆઈ દ્વારા શેર કરાયેલા આ વીડિયોની શરૂઆત સ્ટાર બેટ્સમેન તિલક વર્માથી થઈ હતી. તિલક ત્રણ વાર અલગ અલગ અવાજમાં ચેન્નાઈ-ચેન્નાઈ બોલ્યા. ચેન્નાઈ પહોંચ્યા બાદ, ભારતીય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
Kolkata ✈️ Chennai#TeamIndia have arrived for the 2nd #INDvENG T20I 😎
@IDFCFIRSTBank pic.twitter.com/mlSXuJeVfh
— BCCI (@BCCI) January 24, 2025
વીડિયોની વચ્ચે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કે ચેન્નાઈમાં રમાનારી બીજી T20 તેમના માટે કેમ ખાસ રહેશે. ચક્રવર્તીએ કહ્યું, “ચેન્નાઈમાં ભારત માટે આ મારી પહેલી મેચ હશે. તેથી હું ઉત્સાહિત છું કારણ કે મારા માતા-પિતા અને પરિવારના સભ્યો મેચ જોવા આવશે.”
તે ઇડન ગાર્ડન્સમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો
તમને જણાવી દઈએ કે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી T20 શ્રેણીની પહેલી મેચમાં વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ જીત્યો હતો. કોલકાતામાં ઇંગ્લેન્ડ સામે, વરુણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી.
ભારતે પહેલી મેચ 7 વિકેટથી જીતી હતી
નોંધનીય છે કે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટથી જીત મેળવી હતી. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 12.5 ઓવરમાં 133/3 રન બનાવીને જીત મેળવી હતી.