રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ જૂન 2024માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પછી રાહુલ દ્રવિડની જગ્યાએ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ખરાબ પ્રદર્શન કર્યું છે. આ સિવાય એવા પણ અહેવાલ છે કે કોચ અને કેપ્ટન વચ્ચે બધુ બરાબર નથી.
ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા વચ્ચે બધું સામાન્ય ન હતું. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ કોચ ગૌતમ ગંભીરના કડક વલણથી નારાજ છે. આવી સ્થિતિમાં કોચ ગૌતમ ગંભીરના રાજીનામાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
તો શું ગૌતમ ગંભીર ખરેખર કોચિંગ પદ પરથી રાજીનામું આપશે? આ પ્રશ્ન ચાહકોના મનમાં વધુને વધુ ગુંજતો થઈ રહ્યો છે. જોકે, ગંભીરના રાજીનામાને લઈને કંઈ સ્પષ્ટ નથી. પરંતુ 8 વર્ષ પહેલા પણ આવી સ્થિતિ જોવા મળી હતી જ્યાં ભારતીય કોચ અને કેપ્ટન વચ્ચે બધુ બરાબર ન હતું. આ અણબનાવ બાદ ભારતીય કોચે રાજીનામું આપવું પડ્યું હતું. અહીં અમે વાત કરી રહ્યા છીએ અનિલ કુંબલેની.
2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ અનિલ કુંબલે વચ્ચે બધુ બરાબર ન હતું. આ પછી અનિલ કુંબલેએ કોચિંગ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
નોંધનીય છે કે ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ઘણા શરમજનક અને અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યા છે. હવે ટીમ ઈન્ડિયા ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.