વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની સ્પિન બોલર દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચમાં દીપ્તિએ બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી.
What a performance from Deepti Sharma! 🔥 10-3-31-6, a fantastic 6-wicket haul! Dominating with the ball and leading India’s charge in the middle overs. A spell to remember! 🙌🇮🇳#INDvWI #INDWvWIW pic.twitter.com/UAxg2kRVML
— Uma Mahesh (@CricketByMahesh) December 27, 2024
6 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો
આ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શાનદાર બોલિંગ જોવા મળી હતી. ખાસ કરીને દીપ્તિની બોલિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 162 રનમાં સમેટાઈ ગઈ હતી. બોલિંગ કરતી વખતે દીપ્તિએ 10 ઓવરમાં માત્ર 31 રન આપીને 6 વિકેટ લીધી હતી. ODI ક્રિકેટમાં દીપ્તિની આ ત્રીજી પાંચ વિકેટ હતી.
Deepti Sharma gets one through the set Chinelle Henry! 💥#CricketTwitter #INDvWI pic.twitter.com/E4OEy3cxUo
— Female Cricket (@imfemalecricket) December 27, 2024
જેના કારણે દીપ્તિ હવે ODI ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ લેનારી પ્રથમ ભારતીય બોલર બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ દિગ્ગજ ઝુલન ગોસ્વામી, નીતુ ડેવિડ અને એકતા બિષ્ટના નામે હતો, જેમણે બે વખત આ સિદ્ધિ મેળવી હતી. દીપ્તિએ માત્ર 98 ODI મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
2nd 6-Wicket haul for Deepti Sharma 🔥
Only the 2nd bowler to have picked 6-wicket haul twice in ODIs. #CricketTwitter #INDvWI pic.twitter.com/WgCqIl169F
— Female Cricket (@imfemalecricket) December 27, 2024
વેસ્ટ ઈન્ડિઝ 163 રનમાં સમેટાઈ ગઈ હતી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 38.5 ઓવરમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બેટિંગ કરતી વખતે ચિનેલ હેનરીએ સૌથી વધુ 61 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય શામીન કેમ્પબેલે 46 રન બનાવ્યા હતા. ભારત તરફથી બોલિંગ દરમિયાન દીપ્તિ શર્માએ સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકા સિંહે પણ શાનદાર બોલિંગ કરી હતી અને 9.5 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.