ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પુણે ટેસ્ટના પહેલા દિવસે ન્યુઝીલેન્ડે સારી શરૂઆત કરી હતી. પરંતુ મેચમાં આર અશ્વિન બોલિંગ કરવા આવ્યો કે તરત જ તેણે કીવી ટીમના કેપ્ટનને પેવેલિયન મોકલી દીધો. પ્રથમ સત્રના અંત સુધીમાં આર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. આ સાથે આર અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચી દીધો છે.
નાથન લિયોનને પાછળ છોડી દીધો
આર અશ્વિને પુણે ટેસ્ટના પહેલા દિવસે શાનદાર બોલિંગ બતાવી છે. પ્રથમ સેશનમાં 2 વિકેટ લઈને અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ સાથે અશ્વિને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોનને પાછળ છોડી દીધો છે. અત્યાર સુધી આ લિસ્ટમાં નાથન લિયોન નંબર વન પર હતો. નાથનના નામે 43 મેચમાં 187 વિકેટ છે. હવે અશ્વિને માત્ર 39* મેચમાં આ આંકડો પાર કર્યો છે. અશ્વિને તેના નામે 188* વિકેટ નોંધાવી છે.
આ 2 બેટ્સમેનોને પેવેલિયન મોકલવામાં આવ્યા હતા
પુણે ટેસ્ટમાં આર અશ્વિને ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમની પ્રથમ વિકેટ ઝડપી હતી. આ પછી અશ્વિને બીજા બેટ્સમેન વિલ યંગને આઉટ કર્યો. પ્રથમ સેશનની 7 ઓવર બાદ જ કેપ્ટન રોહિત શર્માએ અશ્વિનને બોલિંગ પર ઉતાર્યો હતો. ટીમ ઈન્ડિયાને પણ પ્રથમ સેશનમાં આનો ફાયદો મળ્યો.
આ પણ વાંચો – IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત RCBએ કર્યું આ મોટું કારનામું, CSK-MI પણ પાછળ