ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં, ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીની અડધી સદીની મદદથી સેમિફાઈનલ મેચમાં ભારતને 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 49.3 ઓવરમાં તમામ વિકેટે 264 રન બનાવ્યા. સ્ટીવ સ્મિથે ૯૬ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૩ રન બનાવ્યા, જ્યારે એલેક્સ કેરીએ ૫૭ બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૧ રન બનાવ્યા. આ બે સિવાય ટ્રેવિસ હેડે 33 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું. બીજો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહીં. ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી, જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી.