ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ અમ્પાયરિંગ સતત જોવા મળી રહ્યું છે. આવું જ કંઈક સિડનીમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના પહેલા દિવસે જોવા મળ્યું. જેના કારણે થર્ડ અમ્પાયર જોએલ વિલ્સન ફરી એકવાર ટીકાનો સામનો કરી રહ્યા છે.
પાંચમી ટેસ્ટના પહેલા દિવસે પહેલો નિર્ણય ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની તરફેણમાં ગયો હતો, પરંતુ બાદમાં અમ્પાયર સૈકત શરાફુદ્દૌલાએ મેદાન પરના નિર્ણયની સમીક્ષા કર્યા બાદ જોએલ વિલ્સને વોશિંગ્ટન સુંદરને કેચઆઉટ જાહેર કર્યો હતો. વિલ્સનને આ નિર્ણય લેવામાં ઘણો સમય લાગ્યો. રિપ્લેમાં સુંદરનું આઉટ થવું શંકાસ્પદ લાગતું હતું, જો કે જ્યારે બોલ ગ્લોવ્ઝની નજીક હતો ત્યારે સ્નિકોમીટરે સ્પાઇક દર્શાવ્યું હતું, જેના કારણે તે આઉટ થયો હતો.