ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ ડે-નાઈટ મેચ પિંગ બોલથી રમાશે. આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાના છે. રોહિત શર્માની વાપસી બાદ હવે ચાહકોની નજર ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવન પર ટકેલી છે. એડિલેડ ટેસ્ટને લઈને ટીમ ઈન્ડિયાની રમતમાં ઘણા મોટા ફેરફાર જોવા મળી શકે છે.
રોહિત-ગિલની વાપસી
રોહિત શર્મા અને શુભમન ગિલ પર્થ ટેસ્ટમાં રમ્યા નહોતા, પરંતુ હવે આ બંને ખેલાડીઓની વાપસી થઈ છે. રોહિત શર્મા ફરીથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા જઈ રહ્યો છે, પરંતુ હિટમેન કયા નંબર પર બેટિંગ કરશે, આ એક મોટો પ્રશ્ન છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ ઓપનિંગમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય શુભમન ગિલ ફરીથી નંબર-3 પર બેટિંગ કરતો જોવા મળશે.
જાડેજા, અશ્વિન અને સુંદરમાંથી કોને મળશે તક?
પર્થની ઝડપી પીચને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં માત્ર એક સ્પિનર સાથે મેદાનમાં ઉતરી હતી. રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિનની જગ્યાએ વોશિંગ્ટન સુંદર રમતા જોવા મળ્યો હતો. જે બાદ હવે જોવાનું એ રહે છે કે શું વોશિંગ્ટન સુંદરને એડિલેડ ટેસ્ટમાં પણ તક મળશે કે પછી રવીન્દ્ર જાડેજા અને અશ્વિનમાંથી કોઈ એક વાપસી કરશે.
એડિલેડ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા.