ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. જેના માટે દરેક ટીમના 15 સભ્યોની ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ઓસ્ટ્રેલિયન ટીમમાં ઘણા ફેરફારો થયા હતા. જેમાં પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ માર્શને ઈજાના કારણે ટીમમાંથી બહાર રહેવું પડ્યું હતું. અને મિશેલ સ્ટાર્કે પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું.
મિશેલ સ્ટાર્કના આ નિર્ણય પછી, અફવાઓ ઉડવા લાગી કે તેની પત્ની એલિસા હીલી ગર્ભવતી છે, જેના કારણે સ્ટાર્કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે આ અફવાઓ વચ્ચે, એલિસા હીલીએ પોતાનું મૌન તોડ્યું છે અને મિશેલ સ્ટાર્કના ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન રમવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
હીલીએ ખુલાસો કર્યો
આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતા, એલિસા હીલીએ ‘વિલો ટોક પોડકાસ્ટ’ પર મજાકમાં કહ્યું, “મેં મિચને પૂછ્યું નથી કે તે ટુર્નામેન્ટમાંથી કેમ ખસી ગયો, પરંતુ અમે બંને એકદમ ઠીક છીએ.”
તેણીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે ગર્ભવતી નથી. “બ્રાડ હેડિન (ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી) એ મજાક કરી હતી કે હું ગર્ભવતી હોઈ શકું છું, પણ હું ગેરંટી આપું છું કે એવું નથી,” તેણીએ હસતાં કહ્યું.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ઓસ્ટ્રેલિયા શેડ્યૂલ
- ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર)
- ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી)
- ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાન (ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર)
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જેક ફ્રેઝર મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, એડમ ઝામ્પા.