ટીમ ઈન્ડિયા 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અગાઉ ચાર ટેસ્ટ મેચોનો સમાવેશ થતો હતો, પરંતુ આ વખતે તે પાંચ ટેસ્ટ મેચોની હશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે હર્ષિત રાણાને તેમાં સ્થાન મળ્યું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા હર્ષિતે રણજી ટ્રોફીમાં દિલ્હી માટે જે રીતે બેટ અને બોલ સાથે પ્રદર્શન કર્યું છે તે ભારત માટે સારા સમાચાર છે. હર્ષિતે આસામ વિરૂદ્ધ પહેલા પાંચ વિકેટ લીધી, પછી બેટ વડે 59 રનની મહત્વની ઈનિંગ રમી, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ સામેલ હતા. હર્ષિતે દિલ્હી વિરુદ્ધ આસામ મેચમાં પોતાની ઓલરાઉન્ડ રમતથી બધાને ખુશ કરી દીધા છે. પ્રથમ બેટિંગ કરતા આસામે 330 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 186 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ હર્ષિત અને સુમિત માથુરે મળીને ઇનિંગ્સને સંભાળી હતી.
દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં હર્ષિતે દિલ્હીની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને સુમિત સાથે 99 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. હર્ષિતે ઇનિંગ દરમિયાન ત્રણ જોરદાર સિક્સર પણ ફટકારી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પહેલા હર્ષિતનું આ પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે સારા સમાચારથી ઓછું નથી. ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં સતત બે હારનો સામનો કરવો પડ્યો છે.
ભારત પહેલા જ સિરીઝ હારી ચૂક્યું છે અને હવે વાનખેડે સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે, જે જીતવી ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે તેની બાકીની છ ટેસ્ટ મેચમાંથી ઓછામાં ઓછી ચાર મેચ જીતવી પડશે, આવી સ્થિતિમાં દરેક ટેસ્ટ ભારતીય માટે કરો યા મરો જેવી બની રહી છે.
આ પણ વાંચો – ‘રોહિત શર્મા સાથે આવો અન્યાય ન કરો…’ શિખર ધવને ભારતીય કેપ્ટન પ્રત્યે સહાનુભૂતિ દર્શા