ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ દરમિયાન થવાનું છે. આ ટુર્નામેન્ટમાં ટીમો ટાઇટલ જીતવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. આ કારણે ઓસ્ટ્રેલિયાએ એક મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયા પણ ટુર્નામેન્ટ માટે તેની તૈયારીઓને મજબૂત બનાવવા માંગે છે અને આ કારણોસર તેણે એક મોટું પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે, જ્યાં તેને બે ટેસ્ટ મેચની શ્રેણી અને એક વનડે મેચ રમવાની હતી.
પરંતુ ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખી. વધારાની એક ODI મેચ રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયા હવે શ્રીલંકા પ્રવાસ પર બે ODI મેચ રમશે. આમ કરવાથી, ઓસ્ટ્રેલિયાને વધારાનો સમય મળશે અને તે યોગ્ય ટીમ કોમ્બિનેશન બનાવી શકશે.
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની બંને ODI મેચ 12 અને 14 ફેબ્રુઆરીના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 6 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.
જો બીજી ટેસ્ટ મેચ પાંચમા દિવસ સુધી ચાલુ રહે, તો પહેલી વનડે મેચ બીજી ટેસ્ટ મેચ સમાપ્ત થયાના બરાબર બે દિવસ પછી શરૂ થશે. ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેનારા કેટલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ODI મેચ રમશે તે જોવું રસપ્રદ રહેશે.
પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ ટેસ્ટ શ્રેણીનો ભાગ નથી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈજાને કારણે પેટ કમિન્સના રમવા અંગે અનિશ્ચિતતા રહેલી છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો પહેલો મેચ 22 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે રમશે.