ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરવા જઈ રહ્યું છે. જોકે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જશે નહીં પરંતુ ટીમ ઈન્ડિયાની બધી મેચો હાઇબ્રિડ મોડેલ હેઠળ દુબઈમાં રમાશે. હવે મોટો પ્રશ્ન એ છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ ક્યારે રવાના થશે. હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે.
ટીમ ઈન્ડિયા 15 ફેબ્રુઆરીએ રવાના થઈ શકે છે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ભારતીય ટીમ 15 ફેબ્રુઆરીએ દુબઈ જવા રવાના થઈ શકે છે. આ અંગેની સત્તાવાર માહિતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની તેમની પહેલી મેચ પહેલા ભારતને કોઈ વોર્મ-અપ મેચ રમવાની શક્યતા નથી.
Renovation work at Gaddafi Stadium Lahore is nearly finished, with 99% completion.
Final touches are underway, and the outfield looks amazing! 😍🔥 #ChampionsTrophy2025 pic.twitter.com/2P4UZELy68
— Huzaifa (@Huzaifa_Says11) January 30, 2025
ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સાથે પાંચ મેચની T20 શ્રેણી રમી રહી છે. જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે, જેમાંથી બે ભારતે અને એક ઈંગ્લેન્ડે જીતી છે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાશે. વનડે શ્રેણીની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ પછી, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ રવાના થશે.
ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત કરશે. ભારતનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. આ ઉપરાંત, ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મુકાબલો થશે. રોહિત શર્મા ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
Team India might leave for Dubai on 15th February for Champions Trophy 2025. (TOI). pic.twitter.com/Ld0YDvucxO
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2025
કેપ્ટનોનું ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સ નહીં થાય
ચેમ્પિયન્સ ટ્રોફી માટે બધા કેપ્ટનોના ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સ નહીં થાય, એટલે કે હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન જવાની કોઈ જરૂર નથી. ટુર્નામેન્ટ શરૂ થવામાં માત્ર 19 દિવસ બાકી છે, પરંતુ પાકિસ્તાનના સ્ટેડિયમ હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી.