વાસ્તુ ટીપ્સ
Raksha Bandhan 2024 : હિન્દુ ધર્મમાં રક્ષાબંધન (Raksha Bandhan 2024) નો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને ભેટ આપે છે અને હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ભારત અને અન્ય દેશોમાં ઉજવવામાં આવે છે જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે. વાસ્તુશાસ્ત્રમાં રાખડી બાંધવાથી લઈને ઉતારવા સુધીના નિયમો જણાવવામાં આવ્યા છે.
દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગષ્ટ ના દિવસે ઉજવવામાં આવશે. સામાન્ય રીતે લોકોના મનમાં સવાલ આવે છે કે તહેવાર બાદ રાખડીનું શું કરવુ જોઇએ (What to do with Rakhi after Festival) , કે પછી રાખડી ઉતારતી વખતે તૂટી જાય તો શું કરવુ જોઇએ? આવો આ સવાલનો જવાબ મેળવીએ….
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પ્રેમ અને રક્ષાના વચન સાથે જોડાયેલા આ દોરાનું ખૂબ મહત્વ છે. રક્ષાબંધન પછી પણ ભાઈએ રાખી ફેંકવી ન જોઈએ, તેવું કરવાથી પાપ લાગે છે. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી બચવા માટે ભાઈઓએ રાખડી ઉતારવા સંબંધિત નિયમોનું પાલન કરવું જોઈએ.
જો રાખડી બાંધતી વખતે અને ઉતારતી વખતે નિયમોનું પાલન કરવામાં આવે તો સંબંધોમાં પ્રેમ વધે છે. જીવનમાં મધુરતા રહે છે. આ જ કારણ છે કે, રાખડી ઉતારવાથી લઈને તેને રાખવા સુધી જ્યોતિષની મદદ લેવી જોઈએ.
વાસ્તુ ટીપ્સ તહેવાર બાદ રાખડીનું શું કરવું?
- રાખડીનો તહેવાર પૂરો થયા પછી ઘણા લોકો તેને ઉતારીને ફેંકી દે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે આવું કરવાથી ભાઈ-બહેનના સંબંધો પર ખરાબ અસર પડે છે. એટલા માટે તમારે આ કરવાનું ટાળવું જોઈએ.
- રાખડી બહેન દ્વારા ભાઇના કાંડા પર બાંધવામાં આવેલું રક્ષા સૂત્ર હોય છે. માન્યતા છે કે રાખડીથી ભાઇની દરેક સ્થિતિમાં રક્ષા થાય છે.
- ઘણા લોકો રાખડી ઉતારતી વખતે તોડી નાખે છે, પરંતુ આવું ન કરવું જોઈએ . રાખડીને કાંડામાંથી બરાબર કાઢી લેવી જોઈએ અને ત્યારબાદ આખી રાખડીને લાલ કપડામાં બાંધીને એવી જગ્યાએ રાખો જ્યાં ભાઈ-બહેન સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવે.
- લાલ કપડાં બાંધીને રાખવામાં આવેલી રાખડીને આગામી વર્ષે રક્ષા બંધન પર વહેતા જળમાં પ્રવાહિત કરવી જોઈએ. આમ કરવાથી ભાઇ-બહેનના સંબંધમાં મજબૂતી આવે છે.
- રક્ષાબંધન પછી જ્યારે રાખડી ખોલવામાં આવે ત્યારે તેને જ્યાં-ત્યાં ફેંકવાને બદલે તેને લાલ રંગના કપડામાં રાખી દો. તેને કપડામાં બાંધીને એવી જગ્યાએ રાખો જ્યાં ભાઈ-બહેન સાથે સંબંધિત વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે છે. આ પછી, આગામી રક્ષાબંધન પછી, તમારી બહેન દ્વારા રાખડી બંધાવો અને જૂની રાખડી વહેતા પાણીમાં વિસર્જન કરી દેવી જોઈએ. આમ કરવાથી ભાઈ-બહેનનો સંબંધ વધુ મજબૂત બને છે.
- જ્યારે રાખડી જાતે જ તૂટી જાય છે, ત્યારે કેટલાક લોકો તેને ફેંકી દે છે. અથવા તેને કોઈપણ જગ્યાએ રાખી દે છે. જ્યોતિષના નિયમો અનુસાર, આવું કરવું અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તૂટેલી રાખડીને ક્યાંક ફેંકી દેવા અથવા તેને પડી રહેવાને બદલે તેને પાણીમાં વિસર્જન કરી દેવી જોઈએ. તેને ઝાડના મૂળમાં પણ રાખી શકાય છે. તેની સાથે 1 રૂપિયાનો સિક્કો પણ રાખવો જોઈએ.
આ પણ વાંચો Zodiac Signs: હનુમાનજીની કૃપા હંમેશાઆ રાશિઓના લોકો પર વરસે છે, તિજોરી ધનથી ભરેલી રહે છે