માર્ગશીર્ષ પૂર્ણિમા 15 ડિસેમ્બર 2025 ના રોજ છે, આ દિવસે શુભ યોગ બની રહ્યો છે. તેમજ ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. જે લોકો પૂર્ણિમાના દિવસે ઘરે સ્નાન કરે છે, દાન કરે છે અને સત્યનારાયણનો પાઠ કરે છે તેમના પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે.
માર્ગશીર્ષ પૂર્ણિમા કર્ક રાશિના લોકોનું સૌભાગ્ય વધારશે. તમને તમારા કરિયરમાં સારા સમાચાર મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે.
માર્ગશીર્ષ પૂર્ણિમા તુલા રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવશે. તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક પળો પસાર કરી શકશો. નવી યોજનાઓ કરિયરમાં સફળતા અપાવશે.
સિંહ રાશિના જાતકો માટે માર્ગશીર્ષ પૂર્ણિમા શુભ અને ખુશીઓથી ભરપૂર રહેશે. નાણાકીય લાભ થવાની સંભાવના છે. વિદેશમાં કામ કરતા લોકોનો બિઝનેસ વિસ્તરશે.
પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમા તિથિ 14 ડિસેમ્બર શનિવારના રોજ સાંજે 4:58 વાગ્યે શરૂ થશે અને 15 ડિસેમ્બરે બપોરે 2:31 વાગ્યે સમાપ્ત થશે.
આ દિવસે સાંજે 05:14 કલાકે ચંદ્રોદય થશે. જે લોકો પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમના માટે ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે.