તુલસી વિવાહનો તહેવાર વર્ષ 2024માં 13 નવેમ્બર, બુધવારના રોજ આવી રહ્યો છે. આ દિવસે દેવી લક્ષ્મીના રૂપમાં તુલસીજીના લગ્ન ભગવાન વિષ્ણુના રૂપમાં ભગવાન શાલિગ્રામ સાથે થાય છે.
આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના યોગ નિદ્રા પછી જાગે છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
હિંદુ ધર્મમાં દીકરી દાનને મહાન દાન માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે જે દંપતીઓને પુત્રી નથી અથવા જેઓ પુત્રીની ઈચ્છા રાખે છે તેઓ તુલસી માતાને પોતાની પુત્રી માની અને પુત્રીનું દાન કરે છે.
આ દિવસે કન્યાનું દાન કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે વસ્ત્રો અને આભૂષણોનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આનું દાન કરવાથી વ્યક્તિને બમણો લાભ મળે છે.
હિંદુ ધર્મમાં તુલસી વિવાહનું ખૂબ મહત્વ છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી શુભ ફળ અને પુણ્ય મળે છે.
તુલસી વિવાહના દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની પૂજા વિધિ પ્રમાણે કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.