નાતાલના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ પ્રસંગે દરેક લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. ચર્ચથી લઈને ઘરો સુધી ક્રિસમસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તહેવાર મુખ્યત્વે ખ્રિસ્તી સમુદાયનો છે, પરંતુ દરેક જણ ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર, ભગવાન ઇસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો, તેથી આ દિવસને ક્રિસમસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં જાય છે, તેમના ઘરને શણગારે છે, એકબીજાને ભેટ આપે છે અને કેક કાપે છે. જો તમે તમારા પ્રિયજનોને ક્રિસમસની શુભકામનાઓ મોકલવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશા રજૂ કરી રહ્યા છીએ. તમે તમારી પસંદગી મુજબ આ સંદેશાઓમાંથી કોઈપણ પસંદ કરી શકો છો.
નાતાલનો આ સુંદર તહેવાર,
જીવનમાં લાવે ખુશીઓ અપાર.
સાન્તાક્લોઝ આવે તમારા દરવાજે
શુભકામના અમારી કરો સ્વીકારો
મેરી ક્રિસમસ 2024
લો આવી ગયો આવી ગયો જેની રાહ જોઈ રહ્યા હતા,
ડિસેમ્બર લાવ્યો ક્રિસમસ.
બધા સાથે મળીને કહો મારા મિત્ર,
શુભકામનાઓ તમને નાતાલના પર્વની
નાતાલ 2024ની શુભેચ્છાઓ!
આ ક્રિસમસ તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે,
એકદમ ક્રિસમસ ટ્રીની જેમ જ.
ભવિષ્ય તમારું હંમેશા રહે ખુશહાલ
તારાઓની જેમ ચમકતો તમારો માર્ગ હોય
ક્રિસમસની શુભકામનાઓ
દરેકના દિલમાં હોય દરેક માટે પ્રેમ,
દરેક દિવસ લઈને આવે ખુશીઓનો તહેવાર.
આ આશા સાથે આવો ભૂલાવીને બધા દુ:ખ,
નાતાલનું આપણે સૌ કરીએ સ્વાગત.
Happy Christmas 2024!
દેવદૂત બનીને કોઈ આવશે,
બધી આશાઓ તમારી,
પૂરી કરીને જશે,
નાતાલના આ શુભ દિવસે,
તમને ખુશીની ભેટ આપશે!
Merry Christmas 2024!
હસતાં હસતાં કેક તમે ખાઓ,
જીવનમાં નવી ખુશીઓને લાવજો.
દુ:ખ-દર્દ તમારા ભૂલીને, તમામને ગળે લગાવજો,
ખૂબ જ પ્રેમથી આ નાતાલ ઉજવજો.
નાતાલ 2024ની શુભેચ્છાઓ!