મહિલા પાઈલટ અને ક્રૂ મેમ્બર અને 110 મહિલા મુસાફરો સાથેનું એક વિશેષ વિમાન રવિવારે ઈરાનના મશહાદમાં પ્રથમ વખત લેન્ડ થયું હતું. વાસ્તવમાં, આ લેડી સ્પેશિયલ ફ્લાઇટ પ્રોફેટ મોહમ્મદની પુત્રી ફાતિમા અલ-ઝહરાના જન્મદિવસના અવસર પર કરવામાં આવી હતી.
ઈરાનના મીડિયા અનુસાર, પહેલીવાર મહિલા વિશેષ વિમાન ઈરાનના મશહાદમાં લેન્ડ થયું છે, જેમાં તમામ મુસાફરો મહિલાઓ હતા. ઈરાની સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાની એરલાઈને રવિવારે મહિલાઓ માટે દુર્લભ ફ્લાઇટ ચલાવી હતી, જે પ્રથમ વખત ઉત્તરપૂર્વીય પવિત્ર શહેર મશહાદમાં ઉતરી હતી.
ઇમામ રેઝાની પવિત્ર દરગાહ મશહાદમાં છે.
ઈરાન સરકારે વધુમાં જણાવ્યું કે આ ફ્લાઈટની મહિલા પાઈલટ શહરઝાદ શમ્સ હતી. આ ફ્લાઈટનું નામ ઈરાન બાનો એટલે કે ઈરાન લેડી હતું. ફ્લાઇટના સ્વાગત માટે મશહાદના હાશ્મિનેજાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તમને જણાવી દઈએ કે મશહાદ ઈરાનનું બીજું સૌથી મોટું શહેર છે, અહીં ઈમામ રેઝાની પવિત્ર દરગાહ છે, જે શિયા મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક છે.
તે ઈરાનની પ્રથમ મહિલા પાઈલટ હતી
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઈરાનમાં ઘણી મહિલાઓ પાઈલટ બની છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર 2019માં પાઈલટ નેશત જહાન્દરી અને કો-પાઈલટ ફૌજ ફિરોઝી ઈસ્લામિક દેશના ઈતિહાસમાં પેસેન્જર પ્લેન ઉડાવનારી પ્રથમ મહિલા પાઈલટ હતી. મશહાદ ઈરાનનું બીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. મળતી માહિતી મુજબ, મશહાદ તેહરાનથી લગભગ 900 કિલોમીટર દૂર છે. મશહદ શરૂઆતમાં એક નાનું ગામ હતું, જે 9મી સદી સુધી સનાબાદ તરીકે જાણીતું હતું.