રશિયા યુક્રેન યુદ્ધઃ યુક્રેન અને રશિયા વચ્ચે 3 વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. હવે યુરોપિયન દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાના વિદેશ મંત્રાલયે તેના નાગરિકો માટે નવી એડવાઈઝરી જારી કરી છે. રશિયાએ તેના લોકોને ચેતવણી આપી છે કે તેઓ અમેરિકા, કેનેડા અને કેટલાક યુરોપિયન દેશોની મુસાફરી ટાળે. રશિયાના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે ઘણા દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો તૂટવાના આરે છે. રશિયાએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક અમેરિકન અધિકારીઓએ રશિયન નાગરિકોને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. વિદેશમાં રશિયન નાગરિકો પર હુમલાની શક્યતા નકારી શકાતી નથી.
યુક્રેન સાથે રશિયાનો સંઘર્ષ સતત ઉગ્ર બની રહ્યો છે. દરમિયાન, ઘણા રશિયન નાગરિકોને યુરોપિયન દેશોમાં ખોટી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભમાં હવે રશિયાએ એક નવું સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે, રશિયાએ ચેતવણી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે રાજદ્વારી સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા છે. રશિયન નાગરિકોએ કેનેડા, EU દેશો અને યુએસની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. આ દેશોમાં રશિયન નાગરિકો પર હુમલાની શક્યતા છે. અમેરિકન અધિકારીઓએ રશિયન નાગરિકો વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે અને તેઓ બિનજરૂરી રીતે ભોગ બની શકે છે.
ગયા મહિને વધી ગયો હતો તણાવ
તેથી આ દેશોની મુસાફરી જોખમી સાબિત થઈ શકે છે. રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ લોકોને અપીલ કરે છે કે તેઓ રજાઓ દરમિયાન આ દેશોની મુસાફરી ન કરે. બંને દેશોના રાજદ્વારીઓએ પણ સ્વીકાર્યું છે કે રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો હવે 1962ના ક્યુબા મિસાઈલ સંકટ પછી સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ગયા મહિને યુક્રેને રશિયા પર અમેરિકન અને બ્રિટિશ મિસાઈલો છોડી હતી. જે બાદ તણાવ વધુ ઊંડો બન્યો હતો. દરમિયાન હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે યુરોપિયન યુનિયનના દેશોમાં ઘણા રશિયન નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. જે બાદ રશિયાના વિદેશ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.