Current Pakistan News
Pakistan News: પાકિસ્તાનમાં શું થશે તે અંગે કંઈ કહી શકાય નહીં. અહીં લઘુમતીઓ પર હુમલા સામાન્ય છે પરંતુ હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ કટ્ટરવાદીઓના નિશાના પર બની ગયા છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. Pakistan News અહીં ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસાની હત્યાનો આદેશ આપનાર કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીના નાયબ વડાની ધરપકડ કરવામાં આવી છે.
નિર્ણય પર જાનથી મારી નાખવાની ધમકી
આ વિશે માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે, તેમને ચીફ જસ્ટિસના નિર્ણયને લઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ચુકાદો એવો હતો કે તેઓએ અલ્પસંખ્યક અહમદિયા સમુદાયના એક વ્યક્તિને જામીન મંજૂર કર્યા હતા, જેની પર ઈશનિંદાની શંકા છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાયના લોકોને ઈશનિંદા માટે ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યા છે.
Pakistan News શિરચ્છેદ કરનારને એક કરોડ રૂપિયા મળશે
પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP)ના નાયબ અમીર પીર ઝહીરુલ હસન શાહની આતંકવાદ અને અન્ય આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. Pakistan News તે પૂર્વી પંજાબ પ્રાંતના ઓકારા શહેરમાં છુપાયો હતો. મુબારક સાની કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ લાહોર પ્રેસ ક્લબની બહાર આયોજિત રેલી દરમિયાન તેમના ભાષણ માટે તેમની સામે એફઆઈઆર નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેમના ભાષણના વાયરલ વીડિયોમાં શાહ તેમના સમર્થકોને કહેતા જોવા મળે છે કે જે કોઈ ચીફ જસ્ટિસ ઈસાનું શિરચ્છેદ કરશે તેને તેઓ 1 કરોડ રૂપિયા આપશે.