મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર ભારતના ઘણા રાજ્યોમાં અનુભવાઈ. હાલમાં કોઈ નુકસાન થયું નથી. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને ઉત્તરપૂર્વીય રાજ્યો મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.
મ્યાનમાર અને ભારત ઉપરાંત બેંગકોકમાં પણ 6.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં સૌપ્રથમ ૧૧:૫૨ વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ ૧૨:૦૨ વાગ્યે ફરી અનુભવાયો હતો. આ રીતે એક પછી એક બે આંચકા આવ્યા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું.