પાકિસ્તાનનો નવો બફાટ: કાશ્મીર ભારતનો તાજ છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે પરંતુ આપણો પાડોશી દેશ પાકિસ્તાન કાશ્મીર પર બિનજરૂરી દાવો કરતું રહે છે. ભારતે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે અનેકવાર જડબાતોડ જવાબ આપ્યા છે, છતાં પાકિસ્તાન તેની આ હરકત બંધ નથી કરતું. ત્યારે હવે પાકિસ્તાને ફરી એક વાર એક મોટો દાવો કરી દીધો છે. પાકિસ્તાને કાશ્મીર બાદ હવે ગુજરાતના આ શહેરને પણ પોતાનું ગણાવ્યું છે. પાકિસ્તાને કહ્યું કે ભારતે તેના પર ગેરકાયદેસર કબજો કર્યો છે.
તેમણે દાવો કર્યો છે કે “જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું હતું. પાકિસ્તાન આ મુદ્દાને ઐતિહાસિક અને કાયદાકીય પરીપ્રેક્ષ્યમાં જોઇ રહ્યું છે. જુનાગઢ પાકિસ્તાનનો હિસ્સો હતો અને ભારતનો તેની પર અવૈધ કબજો સયુંકત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે.
પાકિસ્તાનનો નવો બફાટ
મુમતાજે કહ્યું કે પાકિસ્તાન હમેંશા રાજનીતિક અને કૂટનીતિક મંચો પર જુનાગઢના મુદ્દાને ઉઠાવતું રહ્યું છે અને તેનું શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે. તેમણે કહ્યું ”પાકિસ્તાન પણ જુનાગઢના મુદ્દાને પણ જમ્મુ અને કાશ્મીરની જેમ અધૂરો એજન્ડો માને છે. પાકિસ્તાન વિશ્વના દરેક મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવી રહ્યું છે, પરંતુ તેને કોઇ જગ્યાએ સ્વીકાર નથી થયો. પાકિસ્તાન આતંકવાદના માર્ગે કાશ્મીરને મેળવવા માટેના સપના જુએ છે, જેના કારણે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો નીચા સ્તરે છે.
વધુમાં, તેમણે ખુલાસો કર્યો કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન યુએન જનરલ એસેમ્બલીને સંબોધિત કરે તેવી અપેક્ષા છે.