પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં એક મદરેસામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. શુક્રવારની નમાજ દરમિયાન મદરેસાના મુખ્ય હોલમાં વિસ્ફોટ થયો હતો, જેના પગલે અધિકારીઓએ નૌશેરામાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. શરૂઆતની તપાસ મુજબ તે એક આત્મઘાતી હુમલો હતો. આ મદરેસાની સ્થાપના સપ્ટેમ્બર ૧૯૪૭માં ઇસ્લામિક વિદ્વાન મૌલાના અબ્દુલ હક હક્કાની દ્વારા કરવામાં આવી હતી.
પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શુક્રવારે એક મદરેસા (જામિયા હક્કાનિયા મદરેસા) માં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. તે જ સમયે, 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં મદરેસાના વડાને પણ ઈજા થઈ છે. આ મદરેસા પ્રાંતના નૌશેરા વિસ્તારમાં સ્થિત છે.
શંકાસ્પદ આત્મઘાતી બોમ્બર
શુક્રવારની નમાજ દરમિયાન મદરેસાના મુખ્ય હોલમાં વિસ્ફોટ થયો હતો, જેના પગલે અધિકારીઓએ નૌશેરામાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. શરૂઆતની તપાસ મુજબ, તે એક આત્મઘાતી હુમલો હતો. આ મદરેસાની સ્થાપના સપ્ટેમ્બર ૧૯૪૭માં ઇસ્લામિક વિદ્વાન મૌલાના અબ્દુલ હક હક્કાની દ્વારા કરવામાં આવી હતી. ગયા મહિને, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું.