ઈરાકના કુર્દીસ્તાન ક્ષેત્રમાં સ્થિત ખોર મોર ગેસ ફિલ્ડ પર ડ્રોન હુમલામાં ચાર સ્થળાંતર કામદારો માર્યા ગયા છે. હુમલાના કારણે કૂવામાંથી ગેસ કાઢવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. હુમલામાં માર્યા ગયેલા લોકો મૂળ યમનના નાગરિક હતા.
ઈરાકના કુર્દીસ્તાન ક્ષેત્રમાં સ્થિત ખોર મોર ગેસ ફિલ્ડ પર ડ્રોન હુમલામાં ચાર સ્થળાંતર કામદારો માર્યા ગયા છે. હુમલાના કારણે કૂવામાંથી ગેસ કાઢવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
પ્રદેશની કુર્દિશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલામાં માર્યા ગયેલા લોકો મૂળ યમનના નાગરિક હતા અને ગેસ ફિલ્ડમાં કામ કરવા ઈરાક આવ્યા હતા.
પ્રમુખ અબ્દુલ લતીફ રાશિદે હુમલાની નિંદા કરી હતી
ઈરાકના રાષ્ટ્રપતિ અબ્દુલ લતીફ રાશિદે આ હુમલાની નિંદા કરી છે. કહેવાય છે કે હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. તેમજ પાવર પ્લાન્ટને ગેસ સપ્લાયમાં ખલેલ પડવાથી આ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો છે.