ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના એક પુરુષને પાંચ કોરિયન મહિલાઓ પર બળાત્કાર કરવાના આરોપમાં 40 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજામાં 30 વર્ષની નોન-પેરોલ મુદતનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગુનો આયોજનબદ્ધ રીતે આચરવામાં આવ્યો હતો.
શુક્રવારે ડાઉનિંગ સેન્ટર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 43 વર્ષીય બાલેશ ધનખરને સજા ફટકારવામાં આવી હતી, જ્યાં તેઓ કોઈપણ ભાવનાત્મક પ્રતિક્રિયા વિના કોર્ટમાં બેઠા હતા. રિપોર્ટ અનુસાર, ભૂતપૂર્વ આઇટી કન્સલ્ટન્ટ ધનખડે નકલી નોકરીની જાહેરાતો આપીને મહિલાઓને ફસાવી હતી. ત્યારબાદ તેણે સિડનીમાં અથવા તેની આસપાસ મહિલાઓને ડ્રગ્સ આપ્યું, તેમની સાથે છેડતી કરી અને બળાત્કાર કર્યો.
એટલું જ નહીં, આરોપીએ પોતાના કૃત્યો પણ રેકોર્ડ કર્યા જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ જાતીય સંતોષ માટે કરી શકે.
કોર્ટમાં, ન્યાયાધીશ માઈકલ કિંગે ધનખરના કાર્યોને “સુઆયોજિત, વિસ્તૃત અને ચાલાક” ગણાવ્યા. તેમણે કહ્યું કે ધનખરે પોતાની જાતીય ઇચ્છાઓને સંતોષવા માટે પીડિતોના દુઃખને સંપૂર્ણપણે અને નિર્દયતાથી અવગણ્યું.
આ મામલો ઓસ્ટ્રેલિયામાં વ્યાપક ચર્ચાનો વિષય બની ગયો છે અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.