અમેરિકાના કોલોરાડોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઘણા લોકોના જીવ જોખમમાં છે. કોલોરાડો ગોલ્ડ માઈનની મુલાકાત લેવા ગયેલા કેટલાક લોકો ત્યાં અટવાઈ ગયા છે. જેમાંથી એકનું મોત થયું છે અને 12 હજુ અંદર ફસાયેલા છે. ટેલર કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર કોલોરાડોથી થોડે દૂર આવેલી આ ખાણમાં બચાવ કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ લોકો સપાટીથી લગભગ 500 ફૂટ નીચે છે.
આ ઘટના બપોરના સુમારે બની હતી જ્યારે લિફ્ટ શાફ્ટમાં સમસ્યા આવી હતી. આ પછી, ત્યાં હાજર પ્રવાસીઓ માટે ખતરો છે.
લોકો ખાણની મુલાકાત લેવા ગયા હતા
લિફ્ટ ખરાબ થવાને કારણે ખાણની અંદર ગયેલા લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. તે સમયે આ ટુર ગ્રુપ સપાટીથી લગભગ 500 ફૂટ નીચે હતું. જેમાં બે બાળકો અને ચાર લોકો સહિત 11 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેઓને ટ્રોલીની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટનામાં એકનું મોત થયું હતું. ખાણમાં હજુ પણ 12 લોકો ફસાયેલા છે. મળતી માહિતી મુજબ, આ ગ્રૂપ ક્રિપલ ક્રીકમાં આવેલી મોલી કેથલીન ગોલ્ડ માઈનની મુલાકાત લેવા માટે ગયું હતું.
રેડિયો સંચાર માટે છે
આ લિફ્ટની સમસ્યાને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ટીમ ખાણના તળિયે ફસાયેલા 12 લોકોનો સંપર્ક કરવા માટે રેડિયોનો ઉપયોગ કરી રહી છે. જો કે, ફસાયેલા લોકો પાસે ખુરશી, ધાબળા અને પાણી છે. તેમજ તેઓ સુરક્ષિત તાપમાનવાળી જગ્યાએ છે. આ દુર્ઘટના ખાણ તૂટી પડવાને કારણે નહીં પરંતુ લિફ્ટમાં ખામીને કારણે બની હતી. અધિકારીઓએ કહ્યું કે અમારી પાસે કોઈપણ સમસ્યાના કિસ્સામાં બચાવ માટે પ્લાન B અને C છે.
નજીકના શહેર કોલોરાડો સ્પ્રિંગ્સના ફાયર ચીફે જણાવ્યું હતું કે તેમના અગ્નિશામકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. આ સિવાય એક ટીમ બોલાવવામાં આવી છે જેને આવી ઘટનાઓ માટે ખાસ તાલીમ આપવામાં આવી છે.