કેનેડામાં ગુજરાતી ભાષા લોકપ્રિય થઈ રહી છે. કેનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્સમાં ગુજરાતી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની છે.
કેનેડિયન સરકારના ડેટા અનુસાર, 1980 થી આશરે 87,900 ગુજરાતી ભાષી ઇમિગ્રન્ટ્સ કેનેડામાં સ્થાયી થયા છે, જેમાંથી સૌથી વધુ 26 ટકા 2016 અને 2021 વચ્ચે દેશમાં આવ્યા છે.
મોટાભાગના પંજાબી લોકો
જો કે, અહીં સૌથી વધુ પંજાબી ભાષી લોકો સ્થાયી થયા હતા, જેમની સંખ્યા અંદાજિત 75 હજાર 475 હતી. તે પછી હિન્દી ભાષી લોકોની સંખ્યા 35,170 હતી. તે જ સમયે, ગુજરાતી ભાષી લોકો 22,935 ઇમિગ્રન્ટ્સ સાથે ત્રીજા સ્થાને હતા, જ્યારે મલયાલમ ભાષી લોકો 15,440 અને બંગાળી ભાષી લોકો 13,835 હતા.
બીજી સૌથી ઝડપી વૃદ્ધિ
ડેટા દર્શાવે છે કે ગુજરાતી ઇમિગ્રન્ટ્સે મુખ્ય ભાષાકીય જૂથોમાં બીજા ક્રમે સૌથી વધુ દાયકામાં વૃદ્ધિ નોંધાવી છે. 2011 અને 2021 વચ્ચે 26 ટકાનો વધારો થયો છે, જ્યારે પંજાબી બોલનારાઓની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન હિન્દી ભાષી લોકોમાં 114 ટકાનો સૌથી ઝડપી વિકાસ જોવા મળ્યો હતો.
ગુજરાતના લોકો કેનેડાને પસંદ કરે છે
આ યાદીમાં ગુજરાતની અન્ય ભાષા કચ્છી પણ સામેલ છે. કચ્છી બોલનારાઓની સંખ્યા 2001 અને 2010 ની વચ્ચે 460 થી ઘટીને 2011 થી 2021 ની વચ્ચે 370 થઈ ગઈ છે. 2011 પછી ગુજરાતના લોકો કેનેડાને સૌથી વધુ પસંદ કરવા લાગ્યા છે.