Gujarat Monsoon : રાજ્યના હવામાન વિભાગે આગાહી રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટ
સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભાવનગર,ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની સંભાવના દર્શાવાઇ છે
યેલો એલર્ટ
રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરાયું છે.. રાજકોટ,જામનગર,પોરબંદર અને કચ્છમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી,ખેડા,પંચમહાલ અને પાટણમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અમદાવાદ,મહીસાગરમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં આ તારીખોએ ભારે વરસાદની આગાહી
આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ અપાયું છે. સુરત,વલસાડ,દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદની આગાહી છે. તારીખ 11,12 અને 13 જુલાઈએ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.
ઉપરાંત આ સમયગાળા દરમિયાન 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. બનાસકાંઠા, પાટણ, અમરેલી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. નોંધનીય છે કે, રાજ્યમાં ફરી વરસાદી રાઉન્ડ જામ્યો છે. આજે સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને, છેલ્લા 10 કલાકમાં 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ધોરાજી, માતરમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેડામાં અઢી, તારાપુર, નડીયાદ, ઓલપાડમાં દોઢ ઈંચ વરસાદ અને દાંતામાં દોઢ, વસોમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આજે અમદાવાદ હવામાન વિભાગે પાંચ દિવસ માટે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. આ સાથે બે દિવસ આખા રાજ્યમાં ગાજવીજની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 જુલાઈએ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે