રાજ્યભરમાં દરરોજ અકસ્માતોના બનાવવામાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતના હાઇવે લોહીયાળ બનતા જાય છે. ત્યારે સુરત-વડોદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે જીઇબી કર્મચારીઓના મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા તો બીજી તરફ ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને દૂર કરી ફરીથી હાઇવે શરૂ કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર GEBના કર્મચારી અમોલ પાટીલ અને પ્રજ્ઞેશ પટેલ સુરત પાંડેસરા GIDCથી વડોદરા ટ્રાન્સફોર્મર લેવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન સુરત-વડોદરા હાઈવે પર એક બેફામ ટ્રક, એક બાઈક અને અન્ય વાહન વચ્ચે ટક્કર થઇ હતી. જેના કારણે આ ઘટના બની હતી. GEBના કર્મચારી અમોલ પાટીલ અને પ્રજ્ઞેશ પટેલ સુરત પાંડેસરા GIDCથી વડોદરા ટ્રાન્સફોર્મર લેવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન સુરત-વડોદરા હાઈવે પર એક બેફામ ટ્રક, એક બાઈક અને અન્ય વાહન વચ્ચે ટક્કર થઇ હતી. જેના કારણે આ ઘટના બની હતી.
જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ રસ્તો ખુલ્લો કરાવી ટ્રાફિકને મેનેજ કરી હાઇવે શરૂ કરાવ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.