ગુજરાતમાં એક નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતના માથે સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના અનેક ગામોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. અહીં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.
રાજ્યમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વણસી છે. નદીઓ ગાંડીતૂર થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિ અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. સાથે જ ક્યાં-ક્યાં ભારે વરસાદ પડી શકે છે, તેની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી જ હવામાનમા પલટો જોવા મળશે. કેમ કે, 4-5 તારીખમાં લો પ્રેશર બની રહ્યું છે. તારીખ 5થી 7 સુધીમાં આ પલટો જોવા મળશે. તારીખ 7-8માં એક મજબૂત સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઇ શકે છે. તે આગળ વધતાં પૂર્વ ભારત થઇને મધ્ય પ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય. એટલે 10થી 12 અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
આ સાથે જ તેમણે ઉત્તર ગુજરાત માટે મોટી આગાહી કરી છે. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા અંગે તેમણે આગાહી કરી છે. અંબાબાલે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે. વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
આગામી 48 કલાક સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહેશે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, અને મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે. આગામી 48 કલાક પછી વરસાદનું જોર આંશિક ઘટી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતથી આ ડીપ્રેશનની એન્ટ્રી થઈ હતી. જેની અસરથી સુરત, નવસારી, વલસાડમાં પૂર જેવો વરસાદ ખાબક્યો છે. ત્યારે સુરતથી આગળ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે.
ગુજરાતના સાઉથ ઝોનમાં એટલે કે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે હાલ દક્ષિણ ગુજરાતના શહેરોમાં તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વાપી, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના શહેરોમાં લોકોને સતાવી રહ્યો છે આકાશી આફતનો ડર. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.
આજે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદયપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે.