સુરત શહેરના માનસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે વિશ્વની સૌથી મોટી વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
માનસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ક્રિકેટ ખેલાડીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, વિશ્વની સૌથી મોટી દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 23 માર્ચથી 25 માર્ચ દરમિયાન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ મેચમાં 200 થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ મેચના પહેલા દિવસે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ વચ્ચે અને ગુજરાત અને કર્ણાટક વચ્ચે મેચ રમાઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના પ્રમુખ નેમીચંદ જાંગીડ અને પદ્મશ્રી કનુભાઈ ટેલર હાજર રહ્યા હતા અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.