સુરતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે સુરતથી ગોવા સુધીની સીધી ફ્લાઇટ શરૂ કરી છે. ૩૦ માર્ચથી શરૂ થતી આ ફ્લાઇટ ૨ કલાકમાં ગોવા પહોંચશે. સિંગલ ભાડું 5800 રૂપિયા હશે. જેના માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
સુરતથી ગોવા જતી એર ઇન્ડિયાની આ ફ્લાઇટ સુરતથી સાંજે 7:30 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:25 વાગ્યે ગોવા પહોંચશે. આ ફ્લાઇટ ગોવા પછી બેંગલુરુ જશે, તેથી સુરત અને બેંગલુરુ વચ્ચે ગોવામાં સ્ટોપઓવર હશે. જેના કારણે તમારે ફ્લાઇટ બદલવાની જરૂર રહેશે નહીં. આ ફ્લાઇટ બેંગલુરુથી બપોરે 3:45 વાગ્યે ઉપડશે અને સાંજે 7:20 વાગ્યે સુરત પહોંચશે. આ ફ્લાઇટ સુરતથી સાંજે 7:50 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:25 વાગ્યે ઉતરશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિગો હાલમાં સુરત-ગોવા વચ્ચે એક દૈનિક અને એક સાપ્તાહિક ફ્લાઇટ ચલાવી રહી છે, જ્યારે હવે એર ઇન્ડિયા એક્સપ્રેસ ત્રીજી ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. આ ઉપરાંત, ઉનાળુ કાર્યક્રમ 28 માર્ચથી લાગુ કરવામાં આવશે. જેમાં સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઘણી ફ્લાઇટ્સ શરૂ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતથી મોરેશિયસની ફ્લાઇટ્સ શરૂ થઈ હતી. આ ઉપરાંત, ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના એરપોર્ટ પરથી શિયાળુ ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના છે. ઇન્ડિગો એરલાઇન્સે 4 ડિસેમ્બરે બેંગલુરુ થઈને સુરત-મોરેશિયસ ફ્લાઇટનું સંચાલન કર્યું. અઠવાડિયામાં ચાર દિવસ માટે ફ્લાઇટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતથી મોરેશિયસ પહોંચવામાં ૧૪ કલાક લાગશે. આનાથી સુરતથી બેંગલુરુનો પ્રવાસ સમય ઘટીને 1 કલાક 50 મિનિટ થશે. બેંગલુરુ એરપોર્ટ પર સ્ટોપઓવરનો સમય 6 કલાક અને 25 મિનિટનો રહેશે, જ્યારે બેંગલુરુથી મોરેશિયસની મુસાફરીનો સમય 5 કલાક અને 55 મિનિટનો રહેશે.