આજકાલ સોશિયલ મીડિયામાં યુવા વર્ગમાં રીલ્સનો ચસકો લાગ્યો છે. રીલ્સ બનાવીને ફેમસ થવા માટે તેઓ કોઇ પણ હદે જઈ રહ્યા છે. ઘણી વખત જોખમ હોવા છતાં રીલ્સ બનાવાનું વળગણ ક્યારેક ભારે પણ પડે છે ત્યારે સુરતમાં એક રિલ્સનો ચસ્કો એક કપલને ભારે પડ્યો છે. રીલ્સ બનાવાના ચસકામાં એક કપલે જોખમી રીતે બાઈક હંકારીને અશ્લિતાની તમામ હદો પાર કરી છે. આ વીડિયોમાં કપલ ચાલુ બાઇક પર પ્રેમાલાપ કરતા પણ જોવા મળે છે.
વીડિયોમાં યુવક બાઈક ચલાવી રહ્યો છે તો યુવતી બાઈકની ટાંકી પર જોખમી રીતે બેસેલી નજરે પડી રહી છે. ચાલુ મોટર સાયકલ પર પ્રેમાલાપ કરતા બંને યુવક યુવતીના વાયરલ વીડિયોને લઈ ભારે ચર્ચાઓ ઉઠી છે
આ વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કેવી રીતે એક યુવક અને યુવતી સ્પોર્ટ્સ બાઇક પર સ્ટંટ કરી રહ્યા છે. ફિલ્મોની જેમ યુવતી બાઇકની ટાંકી પર બેસેલી છે અને યુવક બાઇક ચલાવી રહ્યો છે. આ વીડિયો જોઇને ખ્યાલ આવી શકે છે કે, આવા સ્ટંટ કેટલા જોખમી સાબિત થઇ શકે છે.
હદ તો ત્યારે થાય છે કે યુવક-યુવતી ચાલુ સ્પોર્ટ્સ બાઈકમાં બંને એકબીજાને ચુંબન પણ કરતા નજરે પડે છે. બ્લુ કલરની બાઈક પર સ્ટંટ કરતા વીડિયોમાં યુવક યુવતી કેદ થઇ ગયા છે, જેમાં ક્યારેક યુવક ડ્રાઇવિંગ કરી રહી છે તો ક્યારેક યુવતી રાઇડિંગ કરતી જોવા મળે છે. એટલું જ નહીં, વીડિયોમાં યુવતી પેટ્રોલ ટાંકી પર બેસી ઉંધી ફરી એકબીજાને ચુંબન પણ કરી રહી છે જેથી આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સુરત પાર્સિંગની સ્પોર્ટ્સ બાઇક પર જોખમી રીતે સ્ટન્ટ સાથે પ્રેમાલાપ કરતા કપલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોના આધારે સુરત પોલીસે તપાસ ચાલુ કરી છે. જોકે, આવા વીડિયો અવારનવાર સામે આવી રહ્યા છે. આ રીતે કપલ જોખમી સ્ટંટ કરતાં હોય અને ચાલુ બાઇક પર જ પ્રેમાલાપ કરતાં હોય તેવા વીડિયો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે.
સુનિલે માફી માગી
વાયરલ વીડિયોના આધારે પુણા પોલીસે તપાસ આદરી હતી. જેમાં નજરે પડતા સુનિલ રાઘવ તેજાણીને ઝડપી લીધો હતો. સુનિલે કહ્યું કે આ 3 વર્ષ જૂનો વીડિયો છે. તેણે પોતે જ આ વીડિયો વાયરલ કર્યો હતો. જો કે પોલીસમાં પકડાયા બાદ સુનિલે માફી માગી હતી. સાથે જ વચન આપ્યું કે ફરીથી આ પ્રકારના સ્ટન્ટ નહી કરે. કોઈએ આ પ્રકારના સ્ટન્ટ ન કરવા તેવી સલાહ આપી હતી. પોલસે હાલ સુનિલ સામે કેસ નોંધ્યો છે.