Narmada dem
Gujarat News : ગુજરાત અને પડોશી રાજ્યોમાં ભારે વરસાદને કારણે રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમ સહિત વિવિધ ડેમોમાં પાણીની સપાટી સતત વધી રહી છે. સોમવારે સવાર સુધીમાં નર્મદા ડેમની જળ સપાટી 135.63 મીટરે પહોંચી હતી. નર્મદા ડેમની ઊંચાઈ 138.68 મીટર છે. ડેમનું માત્ર ત્રણ મીટર ખાલી છે આ ડેમ 90 ટકા જેટલો ભરાયો છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પાણીના સ્તરને નિયંત્રિત કરવાના હેતુથી 1.35 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ માટે 9 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. બીજી તરફ નર્મદા ડેમ ઉપરાંત રાજ્યના અન્ય 50 ડેમ પણ ઓવરફ્લો થયા છે.
Gujarat News
રાજ્યના અન્ય મુખ્ય 206 ડેમોમાં ક્ષમતાની સામે સરેરાશ 61.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જેમાંથી 50 ડેમ ભરાઈ ગયા છે. આ સહિત 62 ડેમની સંગ્રહ ક્ષમતાના 90 ટકાથી વધુ પાણી હોવાના કારણે તેમને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે તેમાંથી 36 સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. રાજ્યના 16 ડેમોમાં 80 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, આ ડેમોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને 11 ડેમોમાં 70 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.