કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આજે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ-ગાંધીનગરની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. મંત્રી રાઘવજી પટેલે લોકાર્પણ બાદ બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે રાજ્યના પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા સૌને પ્રોત્સાહિત કરીને અભિનંદન પાઠવ્યા હતા.
પશુપાલન અને પશુ કલ્યાણ જાગૃતિ મહિના અંતર્ગત આજે નવીન કચેરીના લોકાર્પણ પ્રસંગે પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમાર, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર સહિત પશુપાલન વિભાગના તેમજ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવીન કચેરી આજ તા. ૬ માર્ચ-૨૦૨૫થી ડો. જીવરાજ મહેતા ભવન-ગાંધીનગરના બ્લોક નં. ૧૪ના બીજા માળે કાર્યરત થશે.