ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે વરસાદ! : ઉત્તર ગુજરાતમાં ગુરુવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે 6 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા અને ભરૂચમાં યેલો એલર્ટ આપવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે તે જોઈએ
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના હવામાન પલટા બાદ સાતમી તારીખ સુધીમાં આ પલટો જોવા મળશે. તારીખ 7-8માં એક મજબૂત સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. તે આગળ વધતાં પૂર્વ ભારત થઈને મધ્ય પ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય. એટલે 10થી 12 અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની સંભાવના છે.
એટલે કે નવરાત્રિમાં ગરબે રમતા ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ ગુજરાતમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે વરસાદ!
નવરાત્રિમાં પડી શકે છે વરસાદ
હવામાનની આગાહી કરવા અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદની સિસ્ટમ લાંબા સમય સુધી રહેવાની સંભાવના છે. અંબાલાલ પ્રમાણે નવરાત્રિ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો દિવાળી સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
નવી સિસ્ટમ થશે સક્રિય
અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં 22 સપ્ટેમ્બરથી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. અંબાલાલે કહ્યું કે આ વખતે ચોમાસાની વિદાય વિલંબથી થશે. એટલે કે રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે.
અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના હવામાનમાં સાત સપ્ટેમ્બર સુધી પલટો જોવા મળશે. 7-8 તારીખે એક મજબૂત સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્યમ આગળ વધી પૂર્વ ભારત થઈ મધ્ય પ્રદેશ તરફ આવી શકે છે. જેથી 10થી 12 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદની સંભાવના છે.