ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય, રાજ્યમાં ગત દિવસોએ ભારે વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની વાતો વચ્ચે નવી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગ દ્વારા હાલની સ્થિતિએ ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી કરી નથી. જોકે અહીં એ ખાસ નોંધનિય છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે આ ચાલુ સપ્તાહના અંતમાંઆ અને નવા અઠવાડિયા એટલે કે સોમવારથી આ હળવો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના માત્ર બે તાલુકા ધોળકા અને ધનસુરામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં 10 મીમી વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યાની માહિતી આપી છે. ત્યારે 13થી 17 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પારબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભવાનાઓ છે.
7 દિવસ વરસાદની સ્થિતિ કેવી રહેશે ?
વિગતો મુજબ હવામાન વિભાગે શુક્રવારે 7 દિવસ વરસાદની સ્થિતિ કેવી રહેશે તેની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી નથી. આ 7 દિવસ દરમિયાન હળવો કે સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં મોટાભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. તમામ દિવસની આગાહીમાં અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે