Gujarat Lok Sabha Election Result 2024 : રાજકોટ લોકસભા બેઠક પર 21.04 લાખ મતદારો છે.જેમાં પાટીદાર 5.26 લાખ જ્યારે કોળી 3.16 લાખ તો માલધારી 2.10 લાખ અને માલધારી 2.10 લાખ મતદાર છે.
સૌરાષ્ટ્રના રંગીલા શહેર તરીકે જાણીતા રાજકોટની આ વખતે ચૂંટણીમાં ખૂબ જ ચર્ચા રહી છે. આજી નદીના કાંઠે વસેલા આ શેહરને સૌરાષ્ટ્રના રાજકારણની ફેક્ટરી ગણાય છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોએ રાજકીય બળ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતર્યા હતાં. ત્યારે ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાની જીત થઈ છે.
ધાનાણીએ રૂપાલાને અભિનંદન આપ્યા
રાજકોટ મત ગણતરી સમયે રૂપાલા-ધાનાણી સાથે જોવા મળ્યા હતા. પરષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી બંન્ને ચહેરામાં ખુશી જોવા મળી હતી. કોંગ્રેસ-ભાજપના બંને હસતા ચેહરે હતા ત્યારે પરષોત્તમ રૂપાલાને પરેશ ધાનાણીએ શુભેચ્છા પાઠવી હતી
પરષોત્તમ રૂપાલાની રાજકીય કારકિર્દી
પરષોત્તમ રૂપાલા 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહ્યાં હતા. 1995માં નર્મદામાં સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી બન્યા હતા. તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ 2006માં બન્યા હતાં. પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ પેટાચૂંટણીમાં જૂન 2016માં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. 2019થી જુલાઈ 2021 સુધી તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી .જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા હતાં.
પરેશ ધાનાણીની રાજકીય કારકિર્દી
પરેશ કુમાર ધીરજ લાલ ધાનાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા ગુજરાતના રાજકારણી છે.તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા છે . તેઓ પ્રથમ વખત 2002માં પુરુષોત્તમ રૂપાલા સામે અમરેલીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અગાઉ તેમણે 2002થી 2007 દરમિયાન અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું
2019નું ચૂંટણી પરિણામ (મત)
- ભાજપ મોહન કુંડારીયા 758,600 જીત
- INC કગથરા લલિતભાઈ 3,90,238 હાર
રાજકોટ બેઠકમાં કેટલી વિધાનસભા બેઠકો
- ટંકારા
- વાંકાનેર
- રાજકોટ ઈસ્ટ
- રાજકોટ વેસ્ટ
- રાજકોટ સાઉથ
- રાજકોટ રૂરલ
- જસદણ