રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધીને 53 ટકા થયું છે. આ સાથે સરકાર જુલાઈથી ડિસેમ્બર સુધીની બાકી રકમ પણ ચૂકવશે.
રાજ્ય સરકારની જાહેરાત
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને અત્યાર સુધી 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળતું હતું, હવે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈ 2024થી લાગુ થશે. મતલબ કે કર્મચારીઓ અને પેન્શનરોને બાકીના મહિનાનું એરિયર્સ પણ મળશે.
જાન્યુઆરીમાં એરિયર્સ મળશે
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારના કર્મચારીઓને જુલાઈથી ડિસેમ્બર સુધીના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ જાન્યુઆરી 2025માં ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં આ વધારાથી લાખો સરકારી કર્મચારીઓને ફાયદો થશે.