અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ દ્વારા સામાન્ય લોકોને કોઈ પણ રોગ હોવા છતાં ખોટા રિપોર્ટ આપવા અને તેમના પર ખોટા ઓપરેશન કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખ્યાતી હોસ્પિટલે જરૂરિયાત ન હોવા છતાં ખોટી રીતે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી હતી.
ખાસ કરીને નામાંકિત હોસ્પિટલોના તબીબો દ્વારા સરકારી સહાય મેળવવા માટે કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. હવે આ મુદ્દે રાજ્યનું આરોગ્ય વિભાગ અને સમગ્ર સરકાર એક્શન મોડમાં આવી છે.
ખ્યાતી હોસ્પિટલના બનાવટી ઓપરેશન કૌભાંડ બાદ ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે રાજ્યની તમામ હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે. ખ્યાતી હોસ્પિટલની ઘટના બાદ તમામ હોસ્પિટલની તપાસ કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ 12 માર્ચ, 2025 સુધીમાં નોંધણી ફરજિયાત છે. 12 માર્ચ, 2025 સુધી મળેલી અરજીઓના આધારે હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે.
બીજી તરફ ગુજરાતમાં હજુ પણ આવી કેટલી નામાંકિત હોસ્પિટલો ફૂલીફાલી રહી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદની ખ્યાતી હોસ્પિટલની જેમ વડોદરામાં પણ કૌભાંડ થવાની શક્યતા છે. અંજના હોસ્પિટલમાં, જેમને તેની જરૂર ન હતી તેમને ઓક્સિજન માસ્ક આપવામાં આવ્યા હતા. આયુષ્માન કાર્ડ સાઇટ પર દર્દીઓના ફોટોગ્રાફ અપલોડ કરવામાં આવ્યા હતા.
ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ બાદ મોટો નિર્ણય
રાજ્યની તમામ હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે.
ખ્યાતી હોસ્પિટલની ઘટના બાદ તમામ હોસ્પિટલની તપાસ કરવામાં આવશે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ નોંધણી ફરજિયાત છે.
12 માર્ચ, 2025 સુધીમાં નોંધણી ફરજિયાત છે.
12 માર્ચ, 2025 સુધી મળેલી અરજીઓના આધારે હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે.