gondal car accident
Gujarat Gondal Accident:ગુજરાતના ગોંડલમાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને વાહનોને હાઈવે પરથી હટાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકો ગોંડલ અને ધોરાજીના રહેવાસી હતા. Rajkot gondal highway accident
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે રાજકોટના ગોંડલ નજીક એક કમનસીબ ઘટના બની હતી. રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ નજીક બે કાર વચ્ચે સામસામે અથડાતા ચાર યુવાનોના જીવ ગયા હતા. જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે અને એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ નજીક રાજકોટથી ધોરાજી જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. Gujarat news,
Gujarat Gondal Accident
બંને કાર ઉડાવી દીધી હતી
બંને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલ મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અક સ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાદ મૃતક યુવકના પરિવારજનોમાં શોકનો માહોલ છે. Accident in Gujarat, today