લોકસભા ચૂંટણી જાહેર થઈ ત્યારથી ચૂંટણી લડી રહેલા નેતાઓના ધમકાર થોડા વધી ગયા હતા. જ્યારે આજે એ વધેલા ધમકારાને મૂળ સ્થિતિમાં લાવાનો દિવસ હતો. એટલે કે, ચૂંટણી પરિણામ જેમ જેમ ચૂંટણીનો પરિણામ સામે આવી રહ્યો છે તેમ તેમ કઈ ખુશી કઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આખરી ચૂંટણી પરિણામ ખેડા બેઠકનો આવ્યો છે. ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણની જીત થઈ છે
કોણ છે દેવુસિંહ ચૌહાણ?
ખેડાના વર્તમાન સાંસદ દેવુંસિંહ ચૌહાણની વાત કરીએ તો તેઓ 2001થી જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2007માં પહેલીવાર માતરના ધારાસભ્ય બન્યા હતા. ખેડા લોકસભા બેઠકથી 2009, 2014, 2019માં લડ્યા હતાં. 3 ટર્મમાંથી બે ટર્મમાં જીત મેળવી તેમજ ભાજપે ચોથી વાર લોકસભા લડવાની તક આપી હતી. વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના સંચાર મંત્રી હતા.
કોણ છે કાળુસિંહ ડાભી?
1985થી જાહેરજીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1991માં પહેલીવાર સરપંચ તરીકે ચૂંટાયા હતા. તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહ્યા હતા. 2017માં કોંગ્રેસ તરફથી કપડવંજ બેઠકથી ચૂંટાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હાર મળી હતી
2019નું પરિણામ
- ભાજપ દેવુસિંહ ચૌહાણ
- પરિણામ જીત
- કોંગ્રેસ બિમલ શાહ
- પરિણામ હાર
ખેડા લોકસભામાં કેટલી વિધાનસભા સમાવિષ્ટ?
- દસક્રોઈ
- ધોળકા
- માતર
- નડિયાદ
- મહેમદાવાદ
- મહુધા
- કપડવંજ
ખેડા બેઠકનો રાજકીય ઈતિહાસ
અગાઉ બૃહદ ખેડા બેઠક હતી. બૃહદ ખેડા બેઠકનું ખેડા અને આણંદમાં વિભાજન થયું. મોટેભાગે કોંગ્રેસના વર્ચસ્વવાળી બેઠક હતી. 2014 પહેલા અહીં ભાજપ એક જ વાર જીત્યું હતું. 1991માં અહીં પહેલીવાર ભાજપે જીત મેળવી હતી. કોંગ્રેસ તરફથી દિનશા પટેલ ખેડાથી પાંચ ટર્મ સાંસદ રહ્યા હતા. 2014 અને 2019માં અહીં ભાજપે સતત બે વાર જીત મેળવી હતી.
ખેડા બેઠક પર કોનું પલડું ભારે રહ્યું ?
વર્ષ – સાંસદનું નામ – પક્ષ
- 1952 મણીબેન પટેલ અને ફુલસિંહજી ડાભી (બે સભ્યો), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1957 -ઠાકોર ફતરસિંહજી ડાભી સ્વતંત્ર પક્ષ
- 1962 – પ્રવિણસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1967 – પ્રવિણસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1971 – ધર્મસિંહ દેસાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1977 – ધર્મસિંહ દેસાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1980 – અજીતસિંહ ડાભી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1984 – અજીતસિંહ ડાભી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1989 – પ્રભાતસિંહ ચૌહાણ, જનતા દળ
- 1991 – ખુશીરામ જેસવાણી, ભારતીય જનતા પાર્ટી
- 1996 – દિનશા પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1998 – દિનશા પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1999 – દિનશા પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 2004 – દિનશા પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 2009 – દિનશા પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 2014 – દેવુસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી
- 2019 – દેવુસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી
ખેડા બેઠકનું જ્ઞાતિ ગણિત
ખેડા બેઠકના જાતિગત સમીકરણ તપાસીએ તો અહીં ક્ષત્રિય મતદાર 41% છે. પાટીદાર મતદાર 16% તેમજ મુસ્લિમ મતદાર 11.50%, દલિત મતદાર 7.60% અને
અન્ય પછાત વર્ગના મતદાર 14.20% છે