કચ્છમાં અનેકવાર ભૂકંપના આંચકના અનુભવ થાય છે. ત્યારે હવે વલસાડમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. વહેલી સવારે 4.35 વાગ્યે ભૂકંપનો આંચકઓ અનુભવાયો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે.
આજે વહેલી સવારે 3.7નો તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 39 કિમી દૂર નોંધાયું છે. ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના થઈ નથી.
ભૂકંપ શા માટે આવે છે ?
ઉપરથી શાંત દેખાતી પૃથ્વીની અંદર હંમેશા એક પ્રકારે હલચલ થતી રહેતી હોય છે. જેના કારણે પેટાળમાં રહેલી પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા તો એકબીજાથી દૂર થાય છે. જેના કારણે ભૂકંપ આવે છે.
ભૂકંપ વખતે આ ભૂલ ન કરવી
ભૂકંપ સમયે એવી કોઈ ઈમારતની સામે ઉભા ન રહો જે કોઈપણ સમયે પડી શકે. જો તમે તેને ઘરના દરવાજામાંથી દૂર જઈ શકો છો, તો પછી ધરની બહાર ખુલ્લામાં જાઓ.