ભારતના પશ્ચિમ છેડે આવીલી લોકસભા બેઠક કચ્છની વાત કરીએ તો અહીંના પરિણામ સામે આવી ગયા છે, જ્યા ફરી વિનોદ ચાવડા જીતના બાજીગર સાબિત થયા છે. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થયો. વિનોદ ચાવડાએ જણાવ્યું કે, જનતાએ ત્રીજી વખત મને જીતાડ્યો છે તેથી તેમનો હું આભાર માનું છું. આ બેઠક ખૂબ જ વિશષતા ધરાવે છે. કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. તો સાથે જે લોકસભા બેઠકનો ઈતિહાસ પણ 1952થી વિશેષતા ધરાવે છ. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણાં સ્થળો અહીં મળી આવ્યા છે. પરંતુ આજે આપણે ઈતિહાસ વીશે નહીં પરંતુ રાજકીય મુદ્દા પર વાત કરીશું. કારણ કે, લોકસભા ચૂંટણીને પરિણામો સામે આવી ગયા છે.
કોણ છે વિનોદ ચાવડા ?
વિનોદ ચાવડા કચ્છ બેઠક પર મજબૂત પક્કડ ધરાવે છે. તેઓ વ્યવસાયે એડવોકેટ છે. તેઓ 2019ની ચૂંટણીમાં 3 લાખ જેટલી લીડથી ચૂંટણી જીત્યા હતા. તેઓ અગાઉ કચ્છ જીલ્લા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન તરીકે તેઓ રહ્યા હતા. તેઓ મૂળ નખત્રાણા તાલુકાનાા સુખપરના છે. એ અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.
કોણ છે કોંગ્રેસના નિતેષ લાલણ ?
કોંગ્રેસ 30 વર્ષીય નિતેષ લાલણને ચૂંટણી મેદાનામાં ઉતાર્યા હતા. નિતેષ લાલણના યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમજ તેમની યુવાઓમાં સારી પક્કડ છે. તેમના વ્યસાયની વાત કરીએ તો ગાંધીધામમાં શિપિંગનો વ્યવસાય છે. તેઓ પ્રથમવાર ચૂંટણી લડી રહ્યાં છે
2019ની ચૂંટણીનું પરિણામ
2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત થઈ હતી. જેમને 6,37,034 મત મળ્યા હતા. જેમની જીત માર્જિન 3,05,513 રહ્યું હતું.
કોંગ્રેસના નરેશ મહેશ્વરીની હાર થઈ હતી. તેમને 3,31,521 મત મળ્યા હતાં.
કઈ કઈ વિધાનસભા બેઠક આવે છે ?
- અબડાસા
- માંડવી
- ભુજ
- અંજાર
- ગાંધીધામ
- રાપર
- મોરબી
જાતિગત સમીકરણ
આ બેઠક પર અંદાજે 19.39 લાખ મતદારો છે. જેમાં જાતિગત સમીકરણની દ્રષ્ટીએ તપાસીએ તો મુસ્લિમ મતદારો 3.10 લાખ છે. જ્યારે દલિત 2.05 લાખ, પાટીદાર 1.63 લાખ જ્યારે આહીર 1.33 લાખ તો ક્ષત્રિય 1 લાખ 5 હજાર છે. કોળી 85 હજાર, બ્રાહ્મણ 76 હજાર, રબારી 75 હજાર જ્યારે અન્ય 7 લાથ 88 હજાર જેટલા મતદાર છે.
કચ્છ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ તપાસીએ
- વર્ષ – જીતના બાજીગર – પક્ષ
- 1952- ભવાનજી અર્જુન ખીમજી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1957 – ભવાનજી અર્જુન ખીમજી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1962 – હિંમતસિંહજી સ્વતંત્ર પક્ષ
- 1967 – તુલસીદાસ એમ. શેઠ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1971 – મહિપતરાય મહેતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1977 અનંત દવે, જનતા પાર્ટી
- 1980 મહિપતરાય મહેતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1984 ઉષા ઠક્કર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1989 બાબુભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટી
- 1991 હરિલાલ નાનજી પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1996 પુષ્પદાન ગઢવી, ભારતીય જનતા પાર્ટી
- 1998 પુષ્પદાન ગઢવી, ભારતીય જનતા પાર્ટી
- 1999 પુષ્પદાન ગઢવી, ભારતીય જનતા પાર્ટી
- 2004 પુષ્પદાન ગઢવી, ભારતીય જનતા પાર્ટી
- 2009 પૂનમબેન જાટ, ભારતીય જનતા પાર્ટી
- 2014 વિનોદ ચાવડા, ભારતીય જનતા પાર્ટી
- 2019 વિનોદ ચાવડા, ભારતીય જનતા પાર્ટી
કચ્છ બેઠક પર કેટલું મતદાન થયું હતું ?
કચ્છ લોકસભા બેઠક પર 58.26 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં અબડાસામાં 58.28 ટકા, માંડવીમાં 62.59 ટકા, ભૂજમાં 57.13 ટકા, અંજારમાં 59.62 ટકા જ્યારે ગાંધીધામમાં 49.38 ટકા, રાપરમાં 48.20 અમે મોરબીમાં 58.26 ટકા મતદાન નોંધાયું હતુ.